
ભારત અને શ્રીલંકા વચ્ચેની એશિયા કપ ફાઇનલ કેપ્ટન રોહિત શર્માની પાંચમી એશિયા કપ ફાઇનલ હશે અને તેના કેરીયરની 250મી ODI મેચ હશે. અત્યાર સુધી તેણે ચાર એશિયા કપ ફાઇનલ રમી છે. 2018માં રોહિત શર્મા એશિયા કપની ફાઇનલમાં કેપ્ટન પણ રહ્યો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી ચાર એશિયા કપ ફાઇનલમાં કુલ 93 રન કર્યા છે. (PC : Twitter)

રોહિત શર્માની પ્રથમ એશિયા કપ ફાઇનલ 2008માં શ્રીલંકા સામે હતી. તે ફાઇનલ પાકિસ્તાનના કરાચીમાં રમાઇ હતી. તે ફાઇનલમાં ભારતની શ્રીલંકા સામે 100 રનથી કારમી હાર થઇ હતી. તે મેચમાં રોહિત શર્માએ 8 બોલમાં 3 રન કર્યા હતા. (PC : AFP)

રોહિત શર્માની બીજી એશિયા કપ ફાઇનલ 2010માં શ્રીલંકાના દામ્બુલામાં શ્રીલંકા સામે હતી. તે મેચમાં ભારતની 81 રનથી જીત થઇ હતી. રોહિત શર્માએ તે મેચમાં 52 બોલમાં 41 રન કર્યા હતા. (PC: AP)

2016 માં ટી-20 એશિયા કપની ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતની 8 વિકેટથી જીત થઇ હતી. રોહિત શર્માએ આ મેચમાં 5 બોલમાં એક રન કર્યો હતા. (PC: AFP)

2018માં એશિયા કપ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો તેથી રોહિત શર્માએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ હતુ. દુબઇમાં બાંગ્લાદેશ સામે ફાઇનલમાં ભારતની ત્રણ વિકેટથી રોમાંચક જીત થઇ હતી. 223 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત શર્મા ટોપ સ્કોરર રહ્યો હતો. રોહિતે 55 બોલમાં 48 રન કર્યા હતા. ભારતની અંતિમ બોલ પર જીત થઇ હતી. (PC: AP)