
માહિતી અનુસાર, ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ 1 ફેબ્રુઆરી 2024થી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશનથી 19:40 કલાકે ઉપડશે.

એ જ રીતે ટ્રેન નંબર 12916 દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ 1 ફેબ્રુઆરી, 2024 થી સાબરમતી સ્ટેશન પર 05:55 વાગ્યે આવશે અને સાબરમતી સ્ટેશન પર જ સમાપ્ત થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.

રેલવેએ મુસાફરોને મુસાફરી દરમિયાન ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે.

ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે અમદાવાદ થી દિલ્હી જનારા લોકો માટે આ ટ્રેન ખૂબ મહત્વની છે.
Published On - 7:25 pm, Sun, 28 January 24