
આરુજ 2005માં સંગીતમાં કારકિર્દી બનાવવા માટે અમેરિકા આવી હતી અને બર્કલે કૉલેજ ઑફ મ્યુઝિકમાં જોડાઈ હતી. તેનું પહેલું આલ્બમ 'બર્ડ અંડર વોટર' 2014માં રિલીઝ થયું હતું. તેની ગાયકી કારકિર્દીમાં, અરુજ ઘણા મોટા કોન્સર્ટનો ભાગ રહી છે.

અરુજ કહે છે, એવોર્ડ જીતવો એ જીવનને બદલી નાખનારી ક્ષણ છે. તેઓએ પોતાની ખુશી સોશિયલ મીડિયા પર શેયર કરી છે. સોશિયલ મીડિયા પર માહિરા ખાન સહિત અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓએ અરુજને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. (Edited By-Meera Kansagara)