Arjun Tendulkar : IPLમાં ઓછી તક છતાં મુંબઈ લીગમાં અર્જુન તેંડુલકરનું શાનદાર પ્રદર્શન, 25 બોલમાં મારી અડધી સદી!

અર્જુન તેંડુલકરે T20 મુંબઈ લીગ 2026માં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમ ARCS Andheriને 9 વિકેટે શાનદાર જીત અપાવી છે.

| Updated on: Jun 09, 2026 | 11:21 AM
1 / 6
8 જૂનની રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અર્જુન તેંડુલકરે પોતાની ટીમ ARCS Andheri માટે શાનદાર બેટીંગ કરી. આ બેટીંગથી દરેક ક્રિકેટપ્રેમીઓ તેના પિતા સચિન તેંડુલકરની યાદ આવી ગઈ.

2 / 6
અર્જુને પહેલા બોલિંગ કરતા માત્ર 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી અને ત્યારબાદ માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. Bandra Blasters સામેની મેચમાં ARCS Andheriએ પ્રથમ બોલિંગ કરતાં વિરોધી ટીમને 20 ઓવરમાં 144/9ના સ્કોર પર રોકી દીધી હતી.

3 / 6
આ દરમિયાન અર્જુન સૌથી સફળ બોલર સાબિત થયો. તેણે 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.  ત્યારબાદ અર્જુન નંબર-3 પર બેટિંગ કરવા આવેલો. અર્જુને શરૂઆતથી જ આક્રમક રમત અપનાવી હતી.

4 / 6
તેણે 34 બોલમાં 66 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી. જેમાં 4 ચોગ્ગા અને 5 લાંબા છગ્ગાનો સમાવેશ થાય છે. અર્જુને માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને ટીમને માત્ર 13.5 ઓવરમાં જ 9 વિકેટે જીત અપાવી. તેના આ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો.

5 / 6
મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન શિવમ દુબેએ અર્જુનની ભરપૂર પ્રશંસા કરી હતી. IPLમાં ઓછી તક મળતા મુંબઈ લીગમાં તેનું પ્રદર્શન સારૂં રહ્યું.

6 / 6
Lucknow Super Giants તરફથી IPL 2026માં માત્ર એક મેચ રમનાર અર્જુન સતત પોતાની પ્રતિભા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. Punjab Kings સામેની મેચમાં તેણે 4 ઓવરમાં 36 રન આપીને Prabhsimran Singhની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

Published On - 11:21 am, Tue, 9 June 26

Follow Us