
દૂધને ગરમ કર્યા પછી તરત ન ઢાકી દો: જો તમે પેકેટ કે ડેરીનુ દૂધ લાવતા હોય તો પહેલા દૂરને ગરમ કરવું જરુરી છે તેમાં એક- બે ઉભરો આવા દો પછી તરત જ તેને ક્યારેય ન ઢાકવું જોઈએ પણ તેના બદલે તેના પર કાણા વાળુ ઢાકણ રાખો કે પછી અડધુ ઢાંકો તેને ઠંડી જગ્યાએ રાખો. તમે દૂધના વાસણને પાણીથી ભરેલી નાની થાળીમાં પણ મૂકી શકો છે જેથી દૂધ ઝડપથી ઠંડુ થઈ જાય.

દિવસમાં દૂધ 2-3 વાર ગરમ કરો : જો તમે દૂધને ફાટી જતા બચાવવા માગતા હોય તો તેને દિવસમાં 2 થી 3 વખત ધીમી આંચ પર ગરમ કરો અને એકાદ બે ઉભરા આવા દો.

વાસણો સાફ રાખવાઃ દૂધના ફાટી જાય તે માટે ક્યારેક વાસણો પણ એક કારણ બની શકે છે. તેથી, દૂધ ઉકાળતા પહેલા, વાસણને સારી રીતે સાફ કરો. સફાઈ કર્યા પછી, વાસણમાં દૂધ કાઢતા પહેલા પહેલા થોડું પાણી ઉમેરો, આ દૂધને તળિયે ચોંટતું અટકાવશે.

રેફ્રિજરેટરમાં રાખો: ઉનાળા દરમિયાન, દૂધને ઝડપથી રેફ્રિજરેટરમાં રાખો અને તેને બહાર કાઢ્યા પછી તરત જ તેનો ઉપયોગ કરો. તેનાથી દૂધ લાંબા સમય સુધી તાજું રહેશે. જો ઘરે ફ્રિજ નથી તો તમે એક્સ્ટ્રા નાની માટલી હોય તો થોડું પાણી ભરી તેમાં દૂધનું પાઉચ મુકી શકો છો અને કે પછી વાસણમાં દૂધ હોય તો તેને પાણી ભરેલી ઠંડી જગ્યા પર રાખો પણ આ દૂધ એક દિવસથી વધારે નહી રહી શકે એટલે તેનો ઉપયોગ કરી લો

આ રીતે પેકેટ મિલ્ક સ્ટોર કરો : આજકાલ શહેરોમાં માત્ર પેકેટ દૂધ જ મળે છે. નિષ્ણાતોના મતે, પેકેટ દૂધને લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં, કારણ કે Pasteurised દૂધને ગરમ કરવાની જરૂર નથી. કંપની પેકિંગ કરતા પહેલા દૂધને સારી રીતે Pasteurised કરે છે, જેના કારણે તે જીવાણુ મુક્ત રહે છે. ફરી ગરમ કરવાથી પોષક તત્વોમાં મરી જાય છે. તેને લાવ્યા પછી થોડા કલાકોમાં તેને વાપરી લેવું. જો તમે પેકેટ દૂધને સ્ટોર કરવા માંગતા હોવ તો શણની બોરીને ઠંડા પાણીથી ભીની કરો અને તેમાં પેકેટને લપેટીને મુકો.