Best Hill Stations : શું તમે પણ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો ? શિયાળામાં ફરવા માટે આ હિલ સ્ટેશનો છે બેસ્ટ
જો તમે પણ શિયાળામાં ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે જયપુરની આસપાસના હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. આ હિલ સ્ટેશનો તેમની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
1 / 5
માઉન્ટ આબુ, રાજસ્થાન - રાજસ્થાનમાં માઉન્ટ આબુ એ ફરવા માટેનું લોકપ્રિય હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુ હિલ સ્ટેશનમાં મંદિરો મુખ્ય આકર્ષણ છે. ખુશનુમા વાતાવરણને કારણે ઘણા પ્રવાસીઓ અહીં આવતા હોય છે. આસપાસની અરવલ્લીની ટેકરીઓ તેમની પ્રાકૃતિક સુંદરતા અને અદ્ભુત નજારો માટે આ હિલ સ્ટેશન પ્રખ્યાત છે.
2 / 5
ધનૌલ્ટી, ઉત્તરાખંડ - ધનૌલ્ટી ઉત્તરાખંડનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. આ સ્થળનુ શાંત વાતાવરણ તમને શાંતિ આપશે. ધનૌલ્ટીનું આહલાદક વાતાવરણ તમને ખુબ પસંદ આવશે. ઉપરાંત અહીંના જૂના કિલ્લાઓ, પર્વતોના ખુશનુમા વાતાવરણનો તમે આનંદ માણી શકો છો.
3 / 5
નૈનીતાલ, ઉત્તરાખંડ - નૈનીતાલ ઉત્તરાખંડનું એક આકર્ષક હિલ સ્ટેશન છે. તે તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. તેથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આટલું જ નહીં પણ આહલાદક હવામાન અને લોકપ્રિય નૈની તળાવ આ સ્થળનું મુખ્ય આકર્ષણ છે.
4 / 5
કુફરી - કુફરી હિમાચલ પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે. આજુબાજુના બરફના આકર્ષક નજારાઓ વ્યક્તિનું મન મોહી લે છે. ખીણમાં સમૃદ્ધ વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને ગાઢ જંગલો આ સ્થળના આકર્ષણમાં વધારો કરે છે.
5 / 5
કસૌલી - સમુદ્ર સપાટીથી 1800 મીટરની ઉંચાઈ પર આવેલું કસૌલી હિમાચલ પ્રદેશ નજીકના લોકપ્રિય હિલ સ્ટેશનોમાંનું એક છે.અહીં તમે રાઇડિંગ, રોપ-વે, પર્વતોમાં ટ્રેકિંગ, લોંગ ડ્રાઇવ વગેરેનો આનંદ માણી શકો છો. કસૌલી પાઈન, દેવદાર વૃક્ષો વગેરેની સાથે પ્રાણીસૃષ્ટિની લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે પણ આ સ્થળ લોકપ્રિય છે.
Published On - 3:39 pm, Sun, 26 December 21