RTO ઓફિસ જવાની ઝંઝટ ખતમ ! હવે ઘરે બેઠા જ બનાવો ડ્રાઇવિંગ લાયસન્સ – જાણો સરળ પ્રોસેસ

|

Mar 24, 2025 | 5:33 PM

ગુજરાત પરિવહન વિભાગે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે ઓનલાઇન લર્નિંગ લાયસન્સ માટે અરજી કરી શકાય છે અને AI-આધારિત ઓનલાઇન ટેસ્ટ આપી શકાય છે.

1 / 8
હવે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે RTO ઓફિસની ચક્કર લગાવવાની જરૂર નથી. પરિવહન વિભાગે 57માંથી 44 સેવાઓને ફેસલેસ બનાવી દીધી છે, જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ પણ સામેલ છે. લર્નિંગ લાયસન્સ માટે હવે ઓનલાઇન અરજી કરી શકાય છે અને એઆઈ આધારિત ટેસ્ટ પણ ઘરે બેઠા આપી શકાય છે.

2 / 8
લાયસન્સ માટે ઓનલાઈન પ્રક્રિયા : પરિવહન વિભાગે ઓનલાઇન સેવા સુવિધા આપીને લોકો માટે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. RTOના સૂત્રો અનુસાર, લાયસન્સ માટે બે તબક્કા હોય છે. જેમ કે લર્નિંગ લાયસન્સ , કાયમી (પરમેનેન્ટ) લાયસન્સ

3 / 8
ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે પહેલું પગલું લર્નિંગ લાયસન્સ મેળવવાનું હોય છે. અરજદારને હવે દેશના કોઈપણ ખૂણેથી લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવાની તક મળી છે.

4 / 8
લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવા સૌપ્રથમ પરિવહન વિભાગની અધિકૃત વેબસાઇટ પર જાઓ. લાયસન્સ વિકલ્પ પસંદ કરો અને રાજ્ય પસંદ કરો. લર્નિંગ લાયસન્સ માટે અરજી કરો અને આધાર કાર્ડ નંબર દાખલ કરો. આધાર કાર્ડના આધાર પર તમારું ડેટા આપમેળે ભરાઈ જશે. લાયસન્સની કેટેગરી (ટૂ વ્હીલર, ફોર વ્હીલર કે હેવી વાહન) પસંદ કરો. ફી ભર્યા પછી અરજી સબમિટ કરો.

5 / 8
લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઇન ટેસ્ટ : અરજી પ્રક્રિયા પૂરી થયા પછી તમારે એક એઆઈ આધારિત ઓનલાઇન ટેસ્ટ આપવો પડશે. આ ટેસ્ટ તમે મોબાઈલ અથવા લેપટોપ પરથી આપી શકો છો. ટેસ્ટ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરવામાં આવે તો પ્રશ્નનો જવાબ આપતી વખતે યા-ત્યા જોવું નહીં. જો પ્રશ્નનો સાચો જવાબ નહીં આપો તો તમે ફેલ થઈ શકો છો. સફળતા પ્રાપ્ત થયા બાદ થોડા સમયમાં તમારું લર્નિંગ લાયસન્સ મલશે.

6 / 8
કાયમી (પરમેનેન્ટ) લાયસન્સ કેવી રીતે મેળવશો? તેણી વાત કરવામાં આવે તો કાયમી લાયસન્સ માટે અરજી કરતી વખતે તમારે લર્નિંગ લાયસન્સની નકલ અને આધાર કાર્ડની આવશ્યકતા રહેશે. અરજી બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે સ્લોટ બુક કરવો પડશે. સ્લોટ બુક કરાવ્યા પછી, નક્કી કરેલી તારીખે RTO ઓફિસમાં હાજર રહી ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડશે.

7 / 8
ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન પરીક્ષણમાં જો તમારું પ્રદર્શન સારું હશે તો તમને કાયમી લાયસન્સ મળી જશે. જો ટેસ્ટ દરમિયાન તમે વાહન યોગ્ય રીતે ચલાવી શકશો નહીં તો તમારું લાયસન્સ મંજૂર નહીં થાય.

8 / 8
જરૂરી દસ્તાવેજોની વાત કરવામાં આવે તો લર્નિંગ લાયસન્સ માટે આધાર કાર્ડ અને નોંધાયેલ મોબાઈલ નંબર જરૂરી છે. કાયમી લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સની નકલ અને આધાર કાર્ડની નકલ જરૂરી છે. હવે તમે આ સરળ પ્રોસેસથી આરામથી ઘરે બેઠા જ તમારું ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકો છો.. (All Image - Canva)