કોઈ કાગડો, કરોળિયો તો કોઈ બન્યું ભૂત, અજબ-ગજબ બનીને પરીક્ષા આપવા આવ્યા વિદ્યાર્થીઓ, જુઓ Photos

|

Oct 25, 2022 | 2:43 PM

વાસ્તવમાં, આ મામલો ફિલિપાઈન્સની બિકોલ યુનિવર્સિટી કોલેજ ઓફ એન્જિનિયરિંગનો છે, જ્યાં બાળકોને જ્યારે કેપ પહેરીને પરીક્ષામાં આવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ 'એન્ટિ-ચીટિંગ' કેપ્સ બનાવી.

1 / 10
કોઈપણ શિક્ષક માટે સૌથી પડકારજનક કાર્ય બાળકને પરીક્ષામાં કોપી કરતા અટકાવવાનું છે. શિક્ષકના લાખ પ્રયત્નો પછી પણ કેટલાક વિદ્યાર્થી ચીટિંગ કરે છે. જો કે આ વખતે કંઈક ઉલટું થયું છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.

2 / 10
ફિલિપાઈન્સની એક કોલેજમાં વિદ્યાર્થીઓને કોપી કરવાથી રોકવા માટે ટોપી પહેરવાનું કહેવામાં આવ્યું જેમાં તેઓ તેમની આસપાસ બેઠેલા વિદ્યાર્થીઓની નકલ ન કરી શકે. બાળકોએ આ પછી એવી ક્રિએટીવિટી બતાવી કે હવે તેમની તસવીરો આખી દુનિયામાં વાયરલ થઈ રહી છે.

3 / 10
વાસ્તવમાં, આ મામલો ફિલિપાઈન્સની બિકોલ યુનિવર્સિટી કોલેજ ઓફ એન્જિનિયરિંગનો છે, જ્યાં બાળકોને જ્યારે કેપ પહેરીને પરીક્ષામાં આવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ 'એન્ટિ-ચીટિંગ' કેપ્સ બનાવી.

વાસ્તવમાં, આ મામલો ફિલિપાઈન્સની બિકોલ યુનિવર્સિટી કોલેજ ઓફ એન્જિનિયરિંગનો છે, જ્યાં બાળકોને જ્યારે કેપ પહેરીને પરીક્ષામાં આવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ 'એન્ટિ-ચીટિંગ' કેપ્સ બનાવી.

4 / 10
કોલેજમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ આ કેપ્સ પહેરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા હતા. વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કોઈ કાગડો, કોઈ કરોળિયો અને એક વિદ્યાર્થી ભૂત જેવી ટોપી પણ પહેરીને પરીક્ષા આપવા આવ્યો હતો.

5 / 10
પરીક્ષા હોલ સામાન્ય રીતે તદ્દન કંટાળાજનક અને શાંત હોય છે. પરંતુ ઈન્ટરનેટ પર વાયરલ થયેલી તસવીરો જોઈને કહી શકાય કે બાળકોએ પરીક્ષા હોલને સંપૂર્ણ રીતે રસપ્રદ જગ્યા બનાવી દીધી છે.

6 / 10
હકીકતમાં, કોલેજ દ્વારા એન્ટી ચીટીંગ ટોપી પહેરવાનો આદેશ આપવામાં આવ્યા બાદ, વિદ્યાર્થીઓએ તેમની ક્રિએટિવિટી બતાવતા અને તેમની આસપાસ પડેલી વસ્તુઓમાંથી કેપ બનાવી. કેટલાકે કાગળમાંથી કેપ્સ બનાવી, તો કેટલાકે માસ્ક દ્વારા કેપ્સ બનાવી.

7 / 10
આ તસવીરો બિકોલ યુનિવર્સિટી કોલેજ ઓફ એન્જિનિયરિંગના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મેરી જોય મેન્ડેન-ઓર્ટિઝે ફેસબુક પર શેર કરી છે. તસવીરોમાં એક વિદ્યાર્થી પણ ગ્લેડીયેટર માસ્ક પહેરેલો જોવા મળ્યો હતો.

8 / 10
તસવીરો શેર કરતાં પ્રોફેસર આર્ટિઝે કેપ્શન આપ્યું, 'Anti Cheating Hat Entry of 1A, Midterm Exam Chronicles. Iba talaga ang Engg students'.એક વિદ્યાર્થીએ એવી કેપ પહેરી હતી, જેમાં તે કાર્ટૂનિશ જેવો હસતો જોઈ શકાય છે.

9 / 10
પ્રોફેસરે શેર કરેલી આ તસવીરો આખી દુનિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો જોઈને યુઝર્સે વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, 'વાહ! આ ટોપીઓ બનાવવા માટે ખૂબ મહેનત કરનારા તમામ વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ.

10 / 10
પ્રોફેસર આર્ટિઝે કહ્યું કે તે તેના વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રમાણિકતા બતાવવા માંગતી હતી કે વિદ્યાર્થીઓ કેવી રીતે ચીંટીગ કરતા નથી. પરંતુ વિદ્યાર્થીઓએ આ માટે એક મજાનો રસ્તો પસંદ કર્યો. (All Photo Facebook)

Next Photo Gallery