
સાથે જ “જઠરે શયનમ” નામની એક શૉર્ટ ફિલ્મના ફર્સ્ટ લૂકનું અનાવરણ કોશિશના આમંત્રિતો માટે યોજાયું. આ ફિલ્મ ભારતની વાસ્તવિક પરિસ્થિતિઓ પર આધારિત છે, જેમાં માનસિક રીતે અશક્ત ગર્ભવતી મહિલાના જીવનપ્રસંગને ખૂબ જ સંવેદનાથી રજૂ કરવામાં આવ્યો છે. સમાજ કેવી રીતે નિષ્ઠા અને કરુણાથી આવા લોકોને મદદ કરવા આગળ આવે છે, તે ફિલ્મનું મુખ્ય તત્વ છે.

ફિલ્મ કોઈનું મન દુભાય નહીં તેવા પ્રયત્ન સાથે સાદગીપૂર્વક, છતાં વાસ્તવિકતા જાળવીને રજૂ કરવામાં આવી છે. માતા અને સંતાનનો સંબંધ – અનેક પડકારોને પાર કરીને કેવી રીતે શાશ્વત રહે છે, તેનો ભાવભીનો સંદેશ ફિલ્મ આપે છે.

આ ફિલ્મની મૅન્ચેસ્ટર, સિનસાઇન, ઑસ્ટિન અને કાન્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પુરુસ્કૃત કરવામાં આવી છે. જેનો સંપૂર્ણ શ્રેય કોશિશના ડિરેક્ટર પૂર્વી કમલનયન ત્રિવેદીના ફાળે જાય છે
Published On - 3:18 pm, Tue, 25 November 25