
અંકિતા અને વિકીના આ ફોટા ચાહકોની સાથે-સાથે સેલેબ્સ દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

વિકી અને અંકિતા 14 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સ (Bollywood Celebs) પણ સામેલ થયા હતા. લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. અંકિતા અને વિકીએ લગ્નના દરેક ફંક્શનને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા વિકીએ ખૂબ જ સુંદર તસવીર શેર કરીને અંકિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

અંકિતા લોખંડેને લક્ઝરી કારનો શોખ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની પાસે Jaguar XJ અને Porsche 718 પણ છે. આ વાહનોની કિંમત કરોડોમાં છે. અંકિતા લોખંડેના કરિયરની વાત કરીએ તો તેણે પવિત્ર રિશ્તા, ઝલક દિખલા જા અને પવિત્ર રિશ્તા 2 સિરિયલોમાં કામ કર્યું છે. જ્યારે તેના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો અંકિતાએ મણિકર્ણિકા અને બાઘી- 3માં કામ કર્યું છે.
Published On - 8:21 am, Sun, 2 January 22