
અંકિતા લોખંડે અને વિકી જૈન હવે આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મંગળવારે લગ્ન બાદ બંનેએ રાત્રે રિસેપ્શન પાર્ટી રાખી હતી.

અંકિતા લોખંડે અને વિકી જૈને સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો બાદ રિસેપ્શનની કેટલીક તસવીરો શેર કરી છે.

બંનેના વેડિંગ ફંક્શનથી લઈને રિસેપ્શન સુધી અનેક સેલેબ્સ સામેલ થયા હતા. આ કપલની ખુશીમાં મૃણાલ ઠાકુર પણ જોડાઈ હતી.

અંકિતા લોખંડેના લગ્નથી તેના ચાહકો ખુબ ખુશ છે. ચાહકો આ બંનેને પરફેક્ટ કપલ ગણાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અંકિતાનું સપનું હતું કે જ્યારે પણ તેના લગ્ન થઈ ત્યારે ભવ્ય આયોજન હોય અને આખરે તેનુ સપનુ વિકીએ પુરૂ કર્યુ છે.