
જો અનિતા PM બનશે તો તે આ પદ પર પહોંચનારી દેશની બીજી મહિલા હશે. અનિતાના પિતા તમિલનાડુના હતા જ્યારે તેની માતા પંજાબની હતી. જો કે, અનિતાનો જન્મ અને ઉછેર કેનેડાના ગ્રામીણ વિસ્તાર નોવા સ્કોટીયામાં થયો હતો.

તેમણે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી જ્યુરિસપ્રુડેન્સમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં ગ્રેજ્યુએશન અને યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોમાંથી કાયદામાં માસ્ટર્સ કર્યું.