
બોલિવૂડની યંગ જનરેશન અનન્યા પાંડે, સુહાના ખાન, ખુશી કપૂર અને શનાયા કપૂર શનિવારે સાંજે પાર્ટી એન્જોય કરવા પહોંચ્યા હતા.

સાથે ડિનર માણ્યા બાદ શનાયા, અનન્યા અને સુહાના બહાર આવ્યા અને ઘણા ફોટો ક્લિક કરાવ્યા.

રસપ્રદ વાત એ છે કે ફેન્સ સુહાના સાથે ફોટો ક્લિક કરાવવા આવતા હતા. મતલબ કે ભલે સુહાનાએ હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તેના ફેન્સ બની ગયા છે.

ખુશી કપૂર પાછળથી બહાર આવી અને બ્લેક આઉટફિટમાં ક્લાસી દેખાતી હતી.

અનન્યા પાંડે લાઈટ પર્પલ કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે અનન્યાને થોડા દિવસો પહેલા રીલિઝ થયેલી તેની ફિલ્મ 'Gehraiyaan' માટે ઘણી પ્રશંસા મળી રહી છે.