
રાજેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે કુદરતના પડકાર સામે લોકોને તત્કાળ રાહત આપવા કમર કસી છે. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ જાતે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી અને નિયમોનુસાર રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર તમામ મદદ અસરગ્રસ્તોને મળે તેની સ્થિતિનો તાગ મેળવ્યો.

રાજેન્દ્ર ત્રિવેદીએ વન તળાવ વિસ્તારમાં આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અને જેમના ઘરનું સર્વસ્વ નાશ પામ્યું છે એવી મહિલાઓને ખાદ્ય સામગ્રીની કીટ અને સાડીઓનું વિતરણ કર્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદી એ સરકારી તંત્ર તમારી સાથે જ છે એમ જણાવતાં ઉમેર્યું કે સરકારના નિયમો મુજબ મળવા પાત્ર તમામ સહાયની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુકવવામાં આવશે.