
એક રિપોર્ટ્સ અનુસાર પગી એટલી ફેમસ થઈ ગઈ છે કે તેને પુરીના અને અર્બન પોઝ જેવી બ્રાન્ડ્સ તરફથી એડવર્ટાઈઝની ઑફર્સ મળવા લાગી છે. Spotify અને Disney એ પણ Puggy સાથે કામ કરવામાં રસ દાખવ્યો. આ પછી પગીએ નિકને કમાણીના મામલે પાછળ છોડી દીધો. નિક હવે પગી માટે કન્ટેન્ટ બનાવવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

quizsite અનુસાર 2021માં પગી ઇન્સ્ટાગ્રામ પર સૌથી ધનિક કૂતરાઓની યાદીમાં ત્રીજા નંબરે હતો. તેમની વાર્ષિક કમાણી 68 લાખની આસપાસ હતી. તે દરેક પોસ્ટ માટે 910 પાઉન્ડ ચાર્જ કરે છે. મિરરના રિપોર્ટ અનુસાર હવે કંપનીઓ લગભગ બે હજાર પાઉન્ડ પણ ચૂકવવા તૈયાર છે. આજે Puggy Smalls નામની વેબસાઈટ, બ્લોગ, મર્ચેન્ડાઈઝ અને વિકિપીડિયા પેજ પણ છે. નિક કહે છે કે તેના મૂડ અને ડેશિંગ દેખાવે તેને ઇન્ટરનેટ સ્ટાર બનાવી દીધો છે.