
ગણેશજીના આગમન સમયના તેમના ઢોલના તાલે નાચવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

હિરા સોલંકીના અંધેરીમાં ગણેશોત્સવની ઉજવણીમાં અમરેલી જિલ્લાના ધારાસભ્યો પૈકી સાવરકુંડલાના મહેશ કસવાળા, અમરેલીના કૌષિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય ગણપતિના ભક્ત હોવાથી દર વર્ષે મુંબઈમાં અંધેરીમાં મોગરા પાડામા સોલંકી બંધુ દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 50 વર્ષથી તેઓ આ આયોજન કરી રહ્યા છે.

ગણતિના આગમનની અનેરો ઉલ્લાસ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો. આ અગાઉ તેમના મતવિસ્તાર રાજુલા અને આસપાસના ગામોમાં વધુમાં વધુ લોકો દ્વારા ગણેશ પંડાલોનું આયોજન થાય અને ગામેગામ ગણપતિ પહોંચે તે હેતુથી તેમના દ્વારા 45 જેટલી ગણેશજીની પ્રતિમાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. Input Credit- Jaydev Kathi- Amreli