
આ રીવરફ્રન્ટ મલ્ટી લેવલ કાર પાર્કિંગ આધુનિક સુવિધાથી સજ્જ છે ફાયર સેફ્ટી, સમગ્ર પાર્કિંગમાં સી.સી.ટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેમાં લિફ્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકોને કયા માળે કારપાર કરવી, ક્યાં માળે કેટલી કાર પાર્ક છે, કેટલી કાર પાર્કિંગની જગ્યા ખાલી છે તેના માટેની સિસ્ટમ એ રીતે બનાવવામાં આવેલી છે. LED ડિસ્પ્લે સ્ક્રીન પર આ પાર્કિંગની જગ્યા બાબતે ડિસ્પ્લે થશે. જેની મદદથી ખ્યાલ આવશે કે ક્યાં માળે કેટલા સ્લોટ ખાલી છે કે ભરેલા છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) આ મલ્ટી લેવલ કાર પાર્કિંગને કોરિડોરની મદદથી અટલ બ્રિજ સાથે જોડવામાં આવ્યું છે. સહેલાણીઓ તેમની કાર પાર્કિંગ કરી સીધા અટલબિજ અને ફ્લાવર પાર્ક જઈ શકશે સાથે જ પાર્કિંગની બાજુમાં SVP હોસ્પિટલ પણ આવેલી છે.

રિવરફ્રન્ટના ડેવલપમેન્ટને જોતા એક પછી એક નવા આકર્ષણો અહી ઉમેરાતા જાય છે અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, હેલિકોપ્ટર રાઇડ, વોટર રાઇડ, અને હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ બનવા જઈ રહ્યું છે. આ આકર્ષણને જોવા અને તેને માણવા અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી મહેમાનો આવતા હોય છે.