
ગુજરાતમાં ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત વન વિસ્તાર ડાંગથી થઇ હતી જ્યાં ચાલુ સપ્તાહે વરસાદે સારી જમાવટ કરી છે.

4 દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહે છે. આજે ડાંગ જિલ્લાના પર્વતો ઉપર નયન રમ્ય દ્રયો જોવા મળ્યા હતા

ડાંગ જિલ્લાના પૂર્વ ભાગે આવેલ ડોન પર્વત નજીકના દ્રશ્ય પર્યટકનોનું ધ્યાન કેચી રહ્યા છે. ચોમાસામાં સાપુતારા બાદ ડાંગ જિલ્લાના ડોન પર્વતની મુલાકાત પ્રવાસીઓ વધુ પસંદ કરતાં હોય છે

ગુજરાત પ્રવાસન વિભાગ આ વિસ્તાર ને વિકસાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યમાં સાપુતારા બાદ બીજા ક્રમનું કુદરતી સૌંદર્યના ખજાના સમાન હિલ સ્ટેશન માનવામાં આવે છે.

સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખુબ સુંદર દ્રશ્યો સર્જાય છે. તળાવ , પર્વતો અને ખીણ આસપાસથી પસાર થતા વાદળ જાણે સંતાકૂકડી રમતા હોય તેમ લાગે છે

સમી સાંજે ગગન જાણે કેસરી ચાદર ઓઢી લેતું હોય તેમ લાગે છે
Published On - 1:30 pm, Wed, 15 June 22