
એક ઈન્ટરવ્યુમાં કમલા હેરિસ કહ્યું હતુ કે, તે તેની માતા સાથે ભારત આવે છે, ભારતની સંસ્કૃતિ અને સભ્યતા સારી રીતે જાણે છે. તેમણે ભારતીય ફુડ પણ ખુબ પસંદ કરે છે. ભારતને ખુબ પ્રેમ પણ કરે છે.

કમલા હેરિસનું બાળપણ કેનેડામાં વીત્યું છે. તેમણે શાળાકીય અભ્યાસ પણ કેનેડામાંથી પૂર્ણ કર્યો છે. કમલાની માતા શ્યામલા મેકગ્રિલ યૂનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી મળી તો તે બાળકો સાથે ત્યાં શિફટ થઈ ગઈ હતી.

કમલા હેરિસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના હેસ્ટિંગ્સ કોલેજમાંથી લોનો અભ્યાસ કર્યો છે. હેરિસે વર્ષ 2014માં જાણીતા લોયર ડગલસ ક્રેગ એમહોફ સાથે લગ્ન કર્યા હતા. જે યહુદી મૂળની છે. એમહોફની કમલા સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્નથી એલા અને કોલ 2 બાળકો છે.

2003માં કમલા હેરિસે સાન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ એટર્ની માટે ચૂંટણી લડી હતી, જોકે આ સમય દરમિયાન પ્રશ્નો ઉભા થયા હતા.રાજનીતિમાં પ્રવેશ્યા પછી, કમલા હેરિસ પ્રથમ વખત ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે અમેરિકામાં બંદૂક નિયંત્રણ માટેના કાયદા માટે અભિયાન શરૂ કર્યું. આ ઉપરાંત, સ્થળાંતર કરનારાઓની નાગરિકતાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

2003માં ચૂંટણી જીતી અને કેલિફોર્નિયામાં આ પદ સંભાળનાર પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન મહિલા બની. સાત વર્ષ પછી, તે બીજી વખત કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે ચૂંટાય હતી.

2010માં હેરિસે લોકપ્રિય રિપબ્લિકન લોસ એન્જલસ કાઉન્ટી પ્રોસીક્યુટર સ્ટીવ કુલીને હરાવીને કેલિફોર્નિયા એટર્ની જનરલ માટે ચૂંટણી જીતી હતી. હેરિસે ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે મૃત્યુદંડનો વિરોધ કર્યો હતો.

આગામી ચાર વર્ષ સુધી અમેરિકા પર કોણ શાસન કરશે એટલે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ કોણ હશે તે નક્કી થઈ ગયું છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતી લીધી છે અને 20 જાન્યુઆરીએ તેઓ પદના શપથ લેશે.

2014માં તેણે ડોગ એમ્હોફ સાથે લગ્ન કર્યા, એક એટર્ની જેઓ પહેલેથી જ પરિણીત હતો અને તેમને બે બાળકો હતા. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને હરાવ્યા છે.
Published On - 5:23 pm, Wed, 6 November 24