BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
અહીં ભક્તો ભગવાન સ્વામિનારાયણ અને વિવિધ દેવી-દેવતાઓના દર્શનનો લાભ લે છે. 15 ઓગસ્ટ, 2014 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રોબિન્સવિલમાં અક્ષરધામ મંદિર માટે ભૂમિ પૂજન કરાયું હતું.
5 / 5
પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન હતું કે વિદેશની ધરતી પર જે ભારતીયો સ્થાયી થયા છે, તેમને અને તેમની ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની પ્રેરણા મળતી રહે. તે પ્રેરણામાંથી જ આ મહામંદિર નિર્માણ પામ્યું છે. (All Photo Credit - BAPS)