અમદાવાદના વધુ બે સ્લમ વિસ્તારોની થશે કાયાપલટ, AMCએ આ કંપનીને સોંપ્યું કામ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેતા ગરીબ લોકો પણ પાકા મકાનમાં રહી શકે તે માટે અનેક વિસ્તારોની કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રીડેવલમેન્ટનું કાર્ય પૂર્ણ થતાં આ વિસ્તારના ગરીબ લોકોને સારી સુવિધાઓ સાથેનું પાકું મકાન મળશે.