Ahmedabad: ભૂવા પડવાનો સિલસિલો યથાવત! દરિયાપુર દરવાજા પાસે ભૂવો પડતા AMCએ તાત્કાલિક કામગીરી હાથ ધરી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ હાલ કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રીય ન હોવાથી વરસાદે વિરામ લીધો છે. ભારે વરસાદના પગલે અવારનવાર ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે.
1 / 5
અમદાવાદમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા છે. તો કેટલીક જગ્યાએ ખાડા પડ્યા છે. તો હવે ભૂવો પડવાની ઘટના સામે આવી છે.
2 / 5
અમદાવાદના દરિયાપુર દરવાજા પાસે ભુવો પડવાની ઘટના સામે આવી છે. ભૂવો દેખાવમાં નાનો લાગતો હતો. પરંતુ 10-15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે.
3 / 5
ભૂવાની જાણ AMCને થતા ભૂવાને કોર્ડન કરવામાં આવ્યુ હતુ. કાલુપુર, દરિયાપુર અને દિલ્હી દરવાજાના મુખ્ય માર્ગ કે જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થાય છે. ત્યાં જ ભૂવો પડ્યો છે.
4 / 5
ભૂવાના કારણે દુર્ઘટના ન થાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીની વાત માનીએ તો ગટર લાઇનમાં ગેસના કારણે લાઇન બ્રેક થતા ભુવો પડ્યાનું amc ના ઈજનેર અધિકારીએ નિવેદન આપ્યું છે.
5 / 5
એક મહિના અગાઉ દરિયાપુર દરવાજા પાસે એક ભુવો પડ્યો હતો. અને હવે તે ભૂવાના 100 મીટર અંદર વધુ એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે.