પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મા જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મંદિરને ઝળહળતી રોશનીથી સજાવાયુ છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા મહોત્સવની રમઝટ જામતી હોય છે. પવિત્ર ચાચર ચોકમાં ગરબાનુ ખૂબ જ મહત્વ છે અને અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવાની સાથે નવરાત્રીમાં ગરબા ગાવા માટે પહોંચતા હોય છે.
ચાચર ચોકમાં આ વખતે માત્ર મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહિવટી તંત્રએ આ મહત્વનો નિર્ણય કર્યો છે અને પુરુષોને માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતથી ચાચર ચોકમાં પુરુષોને પ્રવેશ અપાયો નથી.
5 / 5
મંદિરે ગરબા ગાવા માટે પ્રવેશ મેળવવા માટે ઓળખ દર્શાવવી જરુરી છે. આ માટે ફરજીયાત ઓળખપત્ર રજૂ કરવા માટે જણાવાયુ છે. પહેલાથી જ આ માટે વહિવટી તંત્રએ નિર્ણયોને જાહેર કર્યા હતા.