ટૂથબ્રશનો આવિષ્કાર ક્યારે અને કોણે કર્યો ? ક્યારેય વિચાર્યું છે કે, તેના બ્રિસલ્સમાં 2 રંગ કેમ હોય છે?

જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો જોયું હશે કે, ટૂથબ્રશના બ્રિસલ્સ (દાંતા) રંગબેરંગી હોય છે. આમાંથી એક ડ્યુઅલ કલર (બે રંગના) ટૂથબ્રશ પણ આવે છે, જેમાં માત્ર બે જ રંગ હોય છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ટૂથબ્રશના બ્રિસલ્સમાં 2 રંગ જ કેમ હોય છે?

| Updated on: Jan 21, 2026 | 4:54 PM
1 / 6
દરેક વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત ટૂથબ્રશ કરવા સાથે જ કરે છે. બાથરૂમમાં રાખવામાં આવેલા દરેકના ટૂથબ્રશ રંગબેરંગી હોય છે. આજકાલ માર્કેટમાં ચારકોલ, વાંસ (Bamboo), અલ્ટ્રા સોફ્ટ અને સ્લિમ સોફ્ટ જેવા ઘણા પ્રકારના ટૂથબ્રશ મળવા લાગ્યા છે.

2 / 6
ઘણીવાર ટૂથબ્રશમાં બ્રિસલ્સ એક જ રંગના હોય છે પરંતુ ઘણીવાર તે મલ્ટીકલરમાં જોવા મળે છે. આમાંથી એક ડ્યુઅલ કલર (બે રંગના) ટૂથબ્રશ પણ આવે છે, જેમાં માત્ર બે જ રંગ હોય છે. લગભગ દરેક ઘરમાં બે રંગના બ્રિસલ્સવાળા ટૂથબ્રશ જોવા મળે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ટૂથબ્રશના બ્રિસલ્સમાં 2 રંગ જ કેમ હોય છે?

3 / 6
સોશિયલ મીડિયા પરના દાવાઓ અને અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે, ઈસવીસન પૂર્વે 3500-3000 માં બેબીલોન અને ઇજિપ્તના રહેવાસીઓએ ટૂથબ્રશનો ઉપયોગ કર્યો હતો. લોકોનું માનવું છે કે, તે સમયગાળામાં લોકો લાકડાના ટુકડાનો આગળનો ભાગ ચાવતા હતા, જેથી તેને નરમ બનાવી શકાય અને દાંત સાફ કરી શકાય.

4 / 6
એવું જણાવવામાં આવે છે કે, ટૂથબ્રશ સૌપ્રથમ વર્ષ 1780 માં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તે સમયગાળામાં ટૂથબ્રશનો આવિષ્કાર ઇંગ્લેન્ડના ઉદ્યોગસાહસિક (Entrepreneur) વિલિયમ એડિસ (William Addis) દ્વારા કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, વિલિયમે જેલમાં સજા કાપતી વખતે ખાવામાં આવેલ હાડકાની એક ચીરી પર પ્રાણીઓના વાળ ચોંટાડીને ટૂથબ્રશની ડિઝાઇન તૈયાર કરી હતી.

5 / 6
જેલમાંથી છૂટ્યા પછી તેણે ટૂથબ્રશ બનાવીને વેચવાનું શરૂ કર્યું અને ત્યારબાદ એક કંપની સ્થાપી. આ પછી અમેરિકાએ તેને પેટન્ટ કરાવ્યું અને વર્ષ 1844 માં આધુનિક (મોડર્ન) ટૂથબ્રશનો આવિષ્કાર થયો.

6 / 6
જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, ટૂથબ્રશના ઉપરના ભાગને એક અલગ રંગ આપવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે, જેથી લોકોને સંકેત મળે કે, તેમણે તે રંગ જેટલી માત્રામાં જ ટૂથપેસ્ટ લગાવવી પડશે. જો તમે આખા બ્રિસલ્સ (દાંતા) પર ટૂથપેસ્ટ લગાવો છો, તો તે ખોટી રીત છે. ટૂંકમાં, આખા બ્રિસલ્સમાં ટૂથપેસ્ટ લગાવવાથી તેનો બિનજરૂરી બગાડ થાય છે.