
WhatsApp (Symbolic Image)

રિપોર્ટ્સ અનુસાર, WhatsApp iOS પર એક નવું નોટિફિકેશન સેટિંગ ઉપલબ્ધ થશે, જેની મદદથી યૂઝર્સ નક્કી કરી શકશે કે તેમને કઈ નોટિફિકેશન જોઈએ છે અને કઈ નથી. આ ફીચર વ્યક્તિગત અને ગ્રુપ ચેટ બંને માટે ઉપલબ્ધ હશે.

ઉપરાંત, ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મની બીજી વિશેષતા જોવામાં આવી છે. આ ફીચર જણાવશે કે તમારો મેસેજ કોણે લાઈક કર્યો છે અને કયા ઈમોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આ ફીચર મેસેજ રિએક્શનની માહિતી આપશે.