
એવુ પણ કહેવાય છે કે જ્યારે ચંદ્રદેવ સોમનાથ મહાદેવને પોતાની ચાંદનીથી અભિષેક કરવા માટે આવે છે ત્યારે આ અમૃતવર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ચંદ્રની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે.

અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ આવી પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.

કાર્તિકી પૂર્ણિમાના આ અદ્દભૂત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગ્યે મહાપૂજા કરવામાં આવી. પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. હર-હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર પરિસર ગૂંજી ઉઠ્યુ હતુ.