TV9 GUJARATI | Edited By: Devankashi rana
Dec 21, 2024 | 10:19 AM
રૂપાલી ગાંગુલીના ટીવી શો 'અનુપમા'ના કલાકારો માટે સિરિયલ છોડવી એ નવી વાત નથી. સુત્રો પાસેથી TV9ને મળેલી માહિતી અનુસાર, સ્ટાર પ્લસની આ ફેમસ સિરિયલમાંથી હવે ફરી એક કલાકારને શોથી બહાર કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સિરિયલમાં અનુપમાની દીકરીનો રોલ કરનાર અભિનેત્રી અલીશા પરવીનને શોમાંથી બહાર કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે અલીશા એટીટ્યુડને કારણે તેને શોમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જો કે, અભિનેતા, પ્રોડક્શન હાઉસ અને ચેનલ દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અલીશા પરવીન 2 મહિનાથી સ્ટાર પ્લસની આ સિરિયલમાં આવી હતી. આ સિરિયલમાં અલીશા અનુપમાની દીકરી 'આદ્યા' (રાહી)નું પાત્ર ભજવી રહી હતી. આ પહેલા આદ્યાનું પાત્ર આરા ભટનાગરે ભજવ્યું હતું. પરંતુ સીરિયલમાં લીપ બાદ ઓરાએ શો છોડવો પડ્યો હતો. તેની જગ્યાએ અલીશા પરવીન આદ્યા તરીકે સિરિયલમાં આવી હતી. ‘અનુપમા’ પછી સિરિયલમાં તેનું પાત્ર મહત્ત્વનું હતું. હવે તેમની જગ્યાએ કોઈ નવી અભિનેત્રીને શોમાં લાવામાં આવશે.
અલીશા પરવીને તેના બહાર નીકળવા વિશે વાત કરતાં કહ્યું, “હેલો મારા મિત્રો, મેં અનુપમાને છોડી નથી. પણ મને ખબર નથી કે આવું કેમ થયું. બધું પરફેક્ટ હતું, પણ મને ખબર નથી કે આવું અચાનક કેમ થયું. મારા માટે પણ આ બધુ કોઈ આંચકાથી ઓછું નથી. પણ રાહી એટલે કે આદ્યાને આટલો પ્રેમ આપવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું. હું ખુશ છું કે હું આ શોનો ભાગ બની. મેં આ પાત્ર માટે ખૂબ મહેનત કરી છે. અત્યારે પણ મને ખબર નથી કે મારી સાથે આવું કેમ થયું. પરંતુ હું આ શોને ખૂબ મિસ કરીશ. મને અત્યાર સુધી સાથ આપવા બદલ આપ સૌનો આભાર.
રૂપાલી ગાંગુલી અને રાજન શાહીની મહેનતે સ્ટાર પ્લસની સિરિયલ 'અનુપમા'ને નંબર વન બનાવી છે. રાજન શાહીની દરેક સિરિયલના સેટ પર કલાકારો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ દરેક સાથે સન્માનપૂર્વક વર્તે. જો સૂત્રોનું માનીએ તો, અલીશાની ગેરવર્તણૂક તેને મોંઘી પડી છે. નિર્માતાઓ તેમની પાસેથી અપેક્ષા રાખતા હતા કે તેઓ દરેકને સન્માનથી વર્તશે, પરંતુ રૂપાલી અને અન્ય કલાકારોને તેમના તરફથી આ સન્માન મળી રહ્યું ન હતું. જોકે અલીશાએ હજુ સુધી આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો નથી.
Published On - 10:17 am, Sat, 21 December 24