
બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે (Ranbir Kapoor) પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બાંદ્રા સ્થિત તેમના ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા છે

અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) લગ્ન બાદ આજે એટલે કે મંગળવારે પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટ આજે મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળી હતી.

ફોટોમાં તમે જોઈ શકો છો કે આલિયા તેની વેડિંગ રિંગ પણ ફ્લોન્ટ કરી રહી છે. આલિયાને એકદમ સિમ્પલ લુકમાં જોઈને તેના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આલિયા કપૂરે 14 એપ્રિલે રણબીર કપૂર સાથે સાત ફેરા લીધા. લગ્નની વિધિ 13 એપ્રિલે શરૂ થઈ હતી. આના એક દિવસ પહેલા એટલે કે 12 એપ્રિલે આલિયા તેની આગામી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીના શૂટિંગમાં જોવા મળી હતી.

હવે એરપોર્ટ પરથી આલિયાની આ તસવીરો જોયા બાદ લાગે છે કે તે ફરીથી કામ પર પાછી ફરી છે.