
ટ્વિંકલ અને અક્ષય આ દિવસોમાં માલદીવમાં પરિવાર સાથે વેકેશન માણી રહ્યા છે. તેઓ ત્યાં નવા વર્ષની ઉજવણી કરશે.

જો કે, આજનો દિવસ ટ્વિંકલ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજે તેના પિતા રાજેશની પણ જન્મજયંતિ છે. ટ્વિંકલે આ પ્રસંગે બાળપણનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, તે હંમેશા કહેતા હતા કે, તેના જન્મદિવસ પર સૌથી સારી ભેટ એ છે કે હું તેના જીવનમાં આવી છું.

ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારને એક પુત્ર અને પુત્રી નિતારા પણ છે. ટ્વિંકલ સોશિયલ મીડિયા પર નિતારા સાથેની તસવીરો શેર કરતી રહે છે.

અક્ષય કુમારે પોતાની કારકિર્દીમાં બોલિવૂડની અનેક અભિનેત્રીઓને ડેટ કર્યા બાદ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા. ટ્વિંકલ પીઢ અભિનેતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી છે.

અક્ષય કુમાર લાખો દિલો પર રાજ કરે છે. પરંતુ અભિનેતાનું દિલ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પર આવી ગયું. ટ્વિંકલ અને અક્ષય આજે સુખી જીવન જીવી રહ્યા છે..