
આ ઉપરાંત, તમને બધા નેટવર્ક માટે દરરોજ 100 મફત SMS પણ આપવામાં આવે છે. એટલે કે તમારે ત્રણ મહિના સુધી રિચાર્જ નહીં કરાવવું પડે.

કંપની 84 દિવસ માટે કુલ 252GB ડેટા ઓફર કરી રહી છે. એટલે કે દરરોજ 3GB ડેટા મળશે. એરટેલનો આ રિચાર્જ પ્લાન 5G ડેટા પણ આપે છે. જો તમારા વિસ્તારમાં 5G કનેક્ટિવિટી છે તો તમે ફ્રીમાં Unlimited ડેટાનો ઉપયોગ કરી શકો છો. હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો 1,798 રૂપિયા છે, આમ બીજી કંપનીઓની સરખામણીમાં આ પ્લાન મોંઘો છો પણ આટલા બધા ફાયદા સાથે આ પ્લાન ખુબ જ સસ્તામાં મળી રહ્યો હોય તેમ કહી શકાય

આ સિવાય એરટેલ કરોડો યુઝર્સને લોકપ્રિય OTT એપ Netflixનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી છે. તમારે Netflix માટે 84 દિવસ માટે અલગથી પૈસા ખર્ચવાની જરૂર રહેશે નહીં. જો કે, તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે રિચાર્જ પ્લાનમાં ઉપલબ્ધ સબસ્ક્રિપ્શન મોબાઇલ સબસ્ક્રિપ્શન હશે.
Published On - 2:28 pm, Fri, 28 February 25