
ચેટબોલ સાથે ક્યારેય પણ કામ સંબંધિત ગોપનીય વાતો શેયર કરવી જોઈએ નહીં. સેમસંગ, જેપી મોર્ગન, એપલ અને ગૂગલ જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને કાર્યસ્થળ પર ચેટબોટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. એક રિપોર્ટ અનુસાર, સેમસંગના એક કર્મચારીએ કોડિંગ માટે ચેટ જીટીપીનો ઉપગોય કર્યો હતો. જેના કારણે આ કંપનીની ગોપનીયતા બહાર આવી ગઈ હતી. (Photo-pixabay)

ચેટ જીટીપી પર ક્યારે પણ પોતાની વ્યક્તિગત માહિતી શેયર કરવી જોઈએ નહીં. તમારી જન્મની તારીખ, સ્વાસ્થ્યની માહિતી જાણીને હેકર્સ તમને ફંસાવી શકે છે. (Photo-pixabay)

ચેટબોટ સાથે ક્યારેય પણ કોઈપણ વસ્તુનો પાસવર્ડ શેયર કરવો જોઈએ નહીં. આ ચેટબોટ તમારી માહિતીને પબ્લિક સર્વર પર અપલોડ કરી શકે છે. હેકર્સ તમારો પાસવર્ડ મેળવીને તમનો ચૂનો લગાવી શકે છે. વર્ષ 2022માં આવો જ એક કેસ સામે આવ્યો હતો. ઈટલીમાં ચેટ જીટીપી આજ કારણે બેન છે. (Photo-pixabay)