Ahmedabad : ગૃહ પ્રધાન હર્ષ સંધવીએ સાબરમતી જેલની ઓચિંતી મુલાકાતમાં શુ જોયું ? જુઓ ફોટા

ગૃહ પ્રધાન હર્ષ સંધવીએ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. સ્વસ્થ સમાજ માટે સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જેલ પ્રશાસનની પણ જવાબદારી છે કે જો કોઇ વ્યક્તિ સ્વભાવગત અને રીઢો ગુનેગારો ન હોય તો આવા તમામ કેદીઓને સમાજમાં ફરીથી સ્થાપિત થવાનું તેઓ માધ્યમ બને છે. હર્ષ સંધવી જેલ વ્યવસ્થાઓ તથા કેદીઓને અપાતી સુવિધાઓનું સ્વનિરીક્ષણ કર્યું હતું

| Edited By: | Updated on: Mar 22, 2023 | 12:53 PM
1 / 5
ગૃહ પ્રધાન હર્ષ સંધવીએ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમને 2 કલાકથી વધુ સમય મધ્યસ્થ જેલમાં પસાર કર્યો હતો. જેમાં તેમને જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલ સહિત સમગ્ર જેલ વ્યવસ્થાઓ તથા કેદીઓને અપાતી સુવિધાઓનું પણ સ્વનિરીક્ષણ કર્યું હતું.

2 / 5
સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓના મંદિર સમાન ગણવામાં આવતા "મહાત્મા ગાંધી યાર્ડ" તેમજ "સરદાર યાર્ડ"ની  મુલાકાત લીધી હતી.

3 / 5
 બે કલાકથી વધુ સમય સુધી જેલની તમામ વ્યવસ્થાના કરાયેલા નિરીક્ષણ બાદ મંત્રીએ જેલના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રીઢા ગુનેગારોને કટ્ટરવાદી માનસિકતામાંથી બહાર લાવવા અને સમાજના પ્રવાહમાં પુનઃ જોડવા માટે શું પગલાં લઈ શકાય તેની ચર્ચા કરી હતી.

4 / 5
આ બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવા માટેની કાર્યયોજના તૈયાર કરવા ગૃહ પ્રધાનએ વિશેષ ભાર મૂક્યો હતો.

5 / 5
ગૃહ વિભાગના સચિવ નીપૂર્ણા તોરવણે અને મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓ તથા ગૃહ વિભાગના અધિકારીઓને જેલની મુલાકાત બાદ હર્ષ સંધવીએ જરૂરી સૂચનો કર્યા હતાં. ( ઈનપુટ વીથ દિવ્યાંગ ભાવસાર )

Follow Us