અમદાવાદના ઘોડાસર સ્થિત વિશ્વશાંતિ કેન્દ્ર મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, 32 મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં આ પ્રસંગની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જનમંગલસ્તોત્રોચ્ચાર પૂર્વક પૂજન, અર્ચન, પુષ્પહાર અર્પણ કર્યા બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
સંતો ભક્તો દ્વારા તૈયાર કરાયેલ અન્નકૂટ મહાપ્રભુને ધરાવી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજે તથા સંતો ભક્તોએ આરતી ઉતારી હતી.
5 / 5
વિશ્વભરમાં સ્મૃતિ મંદિર શાંતિનું કેન્દ્ર છે. જેના પ્રાંગણમાં પગ મૂકતાની સાથે જ અંતરમાં શાંતિનો શેરડો પાડે છે. સ્મૃતિ મંદિર એવું ગુરુભક્તિનું એક અલૌકિક નજરાણું છે.