Gujarati News Photo gallery Ahmedabad Vishwa Umiyadhams Shiv Mahapurana Kathas Shiva Parvati Wedding Donation Stream 5 Crore 61 Lakhs Donation Announced
Ahmedabad: વિશ્વ ઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં દાનની વહી સરવાણી, 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત
Ahmedabad: વિશ્વ ઉમિયાધામમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી ઉંચામાં ઉંચા મા ઉમિયાના મંદિરના 1440 પિલરનું બાંધકામ પૂર્ણ થતા વિશ્વઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શિવ મહાપુરાણ દરમિયાન શઇવ પાર્વતીના વિવાહમાં દાનની સરવાણી વહી છે અને 5 કરોડ 61 લાખનુ દાતાઓએ દાન કર્યુ છે.
1 / 4
Ahmedabad: વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિરના 1440 પિલ્લરનું બાંધકામ પૂર્ણ થતાં વિશ્વ ઉમિયાધામ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.વિશ્વઉમિયાધામ દ્વારા આયોજિત આ શિવ મહાપુરાણ કથામાં શિવ પાર્વતીના વિવાહમાં દાનની સરવાણી વહી હતી અને દાતાઓએ 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત થઈ હતી.
2 / 4
પવિત્ર શ્રાવણ માસ એ મનોવાંછિત ફળ આપનારા ભગવાન શિવનો માસ છે. દેવાધિદેવ મહાદેવ અને જગત જનની મા ઉમિયાની આરાધના કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદના ઘાટલોડિયા ખાતે વિશ્વઉમિયાધામ દ્વારા શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. પૂજ્ય રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી શિવ મહાપુરાણ કથાના રસપાન માટે રોજ 2500થી વધુ ભક્તો પધારી રહ્યા છે.
3 / 4
ગુરૂવારે શિવપુરાણ મુજબ ભગવાન શિવ અને મા ઉમિયાના લગ્નનો સમારોહ યોજાયો હતો. જેમાં 3 હજારથી વધુ ભક્તોએ લગ્નવિવાહ સંપન્ન કર્યો.વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ ઘાટલોડિયા નિવાસી બાબાભાઈ ભરવાડે 11 લાખાના 51 ધર્મસ્તંભના દાતા બની મા ઉમિયાના કૃપાપાત્ર બન્યા છે.અર્થાત્ 5 કરોડ 61 લાખના દાતા બન્યા છે.
4 / 4
વિશ્વઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યુ કે વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.આ મંદિરએ દરેક સમાજની સામાજિક સમરસતાનું કેન્દ્ર છે. અહીં મંદિર સાથે સ્પોર્ટ્સ, આરોગ્ય, શિક્ષણ સહિતના અનેક વિધ પ્રવૃતિઓ થઈ રહી છે.