
આ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે, રાજવી વારસદારોની વિશ્વઉમિયાધામ ખાતે પધરામણીથી સામાજિક સમરસતાનું ઉદાહરણ ઉભું થયું છે. ઈતિહાસમાં પ્રથમવાર કોઈ વૈશ્વિક સંસ્થા તરીકે વિશ્વઉમિયાધામ અખંડ ભારતમાં પોતાનું રાજ્ય સમર્પિત કરનાર રાજવીઓનું સન્માન કરી રહ્યું છે.

31 ઓક્ટોબરના દિવસે ઈતિહાસ રચાશે, જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્ર પ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.