અમદાવાદના વટવા ઝોનલ કચેરીએ માનવીય સંવેદના દર્શાવી, જરૂરીયાતમંદ પરિવારની કરી મદદ, જુઓ PHOTOS
વસ્ત્રાલના પંજરી રો હાઉસમાં રહેતી અને મહિલા હોમગાર્ડ તરીકે નારીગુહમાં ફરજ બજાવતી ચંદા કુશવાહ બે દીકરી ઓ સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિનું દશ વર્ષ પહેલા આકસ્મિક મોત થયું હતુ અને ત્યારથી આ બન્ને બાળકીઓને ઉછેરી રહ્યા છે.
1 / 5

2 / 5
એક 17 વર્ષની દીકરી મસલ્સની ગંભીર બીમારીના કારણે હલનચલન કરી શકતી નથી, આ પરિવાર ને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન સુરક્ષા યોજના હેઠળ આવરી લેવા NFSAમાં સમાવેશ કરાયો છે.
3 / 5
જોકે તમામ વ્યકિતઓની ફિંગરપિન્ટ આધારકાર્ડ સાથે ઝોનમાં અપડેટ કરવા મુશ્કેલ હતું. વટવા ઝોનલ કચેરીના ઓફિસર રોનક મોદીએ ફરજના ભાગરુપે જેવી આ દીકરી મનીષા કુશવાહ 20 વર્ષની હાલત વિશે જાણ થઈ તો તાકીદે વ્હીલચેરની મદદથી મહેસુલ ભવનમાં લાવવાની વ્યવસ્થા કરીને સિસ્ટમમા તેમના આંગળાંની છાપ લઈને અપડેટ કરવામાં આવ્યું.
4 / 5
જેથી કરીને તેઓ આ યોજનાથી વંચિત ના રહે તેની કાળજી રાખીને NFSA હેઠળ અનાજ પ્રાપ્ત થાય તે માટે પહેલ કરી તમામ કામગીરી પુરી કરી હતી.
5 / 5
સમગ્ર સ્ટાફ સાથે આસિટન્ટ ઝોનલ ઓફિસર સિલ્વરી પટેલ કચેરીની અંદર આ દીકરીને ઝોનલ કચેરીમાં લાવવા સહયોગ આપીને ફરજનિષ્ઠા દાખવી કર્તવ્ય પુરુ કર્યુ અને એક લાભાર્થી પરિવારને અનાજ મળતુ થાય તેવી વ્યવસ્થા કરી.