Gujarati NewsPhoto galleryAhmedabad unique importance of the mythical temple in Lal Darwaza during Ganeshotsav queues of devotees are seen see photos
Ahmedabad : ગણેશોત્સવમાં લાલ દરવાજામાં આવેલા પૌરાણિક મંદિરનું અનોખુ મહત્વ, ભક્તોની લાગે છે કતારો, જુઓ Photos
અહીંના ગણપતિદાદાને પણ સિદ્ધિવિનાયક તરીકે જ ઓળખવામાં આવે છે. આ મંદિર સાબરમતી નદીના કિનારે આવેલુ છે. અહીં ભક્તો આસ્થા સાથે ગણપતિ દાદા સામે શિશ નમાવીને પોતાને ધન્ય અનુભવે છે.
પેશ્વાકાળમાં આ બંધાયેલું આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયાની લોકવાયકા છે. જૂની બાંધણી મુજબ પહેલા આ મંદિર અંધારિયા ખંડ જેવું હતું. આ મંદિર ભોંયરામાં આવેલુ છે. અહીં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઇનો જોવા મળતી હોય છે.
5 / 5
ગણેશોત્સવ શરુ થતા ગણેશ મંદિરમાં વિશેષ પૂજા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. વહેલી સવારથી જ ભક્તોમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.