
હાલ તંત્ર દ્વારા શાસ્ત્રી બ્રિજ પરની જર્જરીત રેલિંગ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અને બ્રિજની નીચે સપોર્ટ મુકવામાં આવ્યો છે

શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી શરૂ હોવાથી આગામી એક થી બે દિવસ કે એકથી બે સપ્તાહમાં બ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવશે

એ પહેલા સંબંધિત અધિકારી સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી બ્રિજ બંધ કરવા અંગે નિર્ણ કરશે. આ બ્રિજ બંધ થતા વિશાલાથી પીરાણા જતા વાહનચાલકો માટે રૂટ ડાયવર્ટ કરાશે.

અલગ પડી ગયેલા અને નીચે નમી ગયેલા બ્રિજ પોરસન પર લવાશે અને હાઈડ્રોલિક જેક સાથે કામ કરવામાં આવશે. સાથે જ બેરિંગ, સ્પાન બદલવા અને જર્જરીત ભાગનું સમારકામ જેવી કામગીરી કરવામાં આવશે.

મુખ્ય કામગીરી શરૂ થતા બ્રિજ 5થી6 મહિના માટે અવરજવર માટે બંધ રહી શકે છે