Ahmedabadમાં આવેલું છે ચમત્કારિક હનુમાનજીનું મંદિર, અહીં વીઝાની માનતા થાય છે પૂર્ણ

|

Mar 25, 2023 | 7:41 PM

ભારતભરમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. ભક્તજનો હનુમાનજીના મંદિરમાં અનોખી માનતા માને છે. અને, આ બાધાઓ શ્રી હનુમાનજી પૂર્ણ પણ કરે છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવું જ એક જુનું મંદિર આવેલું છે. જાણીએ આ મંદિરની વિશેષતા વિશે,,,

1 / 5
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં ચમત્કારિક શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે, આ હનુમાનજીનું મંદિર આશરે 150 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે. આ મંદિર વિશે લોકોમાં એક અનોખી માન્યતા રહેલી છે. આ મંદિરમાં વિદેશ જવાની ઘેલચ્છા ધરાવતા લોકો વધારે આવે છે. કારણ કે આ મંદિર વિદેશના વિઝાની માન્યતા માટે પ્રસિદ્ધ છે.

2 / 5
 આ મંદિરમાં સંકલ્પ લેવાવાળા લોકોને વિઝા મળી ગયા હોવાના અનેક દાખલા પણ નોંધાયા છે. હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો રહે છે. પૂજારી તમારા પાસપોર્ટને હનુમાનજીને દેખાડે છે અને સંકલ્પ મુકાવીને તમને પાસપોર્ટ પાછો આપી દે છે, સંકલ્પ મુકાવ્યા પછી વિઝા મળી જાય છે.

3 / 5
છેલ્લા 20 વર્ષથી આ હનુમાનજીને ચમત્કારિક વિઝા વાળા મંદિર તરીકે પણ ઓળખાય છે. હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદ નથી પણ દૂર દૂરથી લોકો આવે છે એવી માન્યતા છે. જે લોકો હનુમાનજીનો સંકલ્પ લે છે તેમને વિઝા ફટાફટ મળી જાય છે. તેવી અહીં આવતા ભક્તોજનોની શ્રદ્ધા છે.

4 / 5
કહેવાય છે કે અમદાવાદ અને આસપાસના શહેરના લોકો વીઝા મેળવવા માટે વીઝાની કચેરીએ નહીં પણ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે. લોકો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વીઝા માટે હનુમાનજીને પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે હનુમાનજી ભક્તોની કામના પૂર્ણ કરે છે.

5 / 5
આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે સવિશેષ ભીડ રહેતી હોય છે. આ મંદિરમાં ભક્તો પોતાની અનેક બાધાઆખડી માટે આવે છે અને તેઓની બધી ઈચ્છા પરિપૂર્ણ થાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાંથી ભક્તો વીઝા માટે દાદાના શરણે આવે છે. (ઇનપુટ ક્રેડિટ-ચિરાગ રાવલ-અમદાવાદ)

Published On - 7:32 pm, Sat, 25 March 23

Next Photo Gallery