અમદાવાદની શિક્ષિકાએ નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022માં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

|

Jun 20, 2022 | 7:40 PM

નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022 (National Open Masters Athletics Championships 2022)માં દર્શના પટેલ ( Darshana Patel ) એ ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ ( gold medal ) અને હેમર થ્રોમાં બ્રોન્ઝ મેડલ (bronze medal) જીત્યો.

1 / 5
અમદાવાદના દસક્રોઈના શિક્ષિકા દર્શના પટેલ રાષ્ટ્રીય સ્તરની ચક્ર ફેક અને હેમર થ્રો માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ અને હેમર થ્રો બ્રોન્ઝ મેડલ જીત્યો. તારીખ 16થી 19 જૂન 2022ના રોજ વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે નેશનલ ઓપન માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.

2 / 5
બાળપણથી જ રાજ્ય કક્ષાએ અઢળક મેડલ જીતનાર દર્શના પટેલ રાષ્ટ્રીય સ્તરની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન હતું, દર્શના પટેલ ઘણી બધી નેશનલ ગેમ્સ રમી ચુક્યા છે, 2021માં ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસ હરિયાણા ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો.

3 / 5
આ વર્ષે 2022માં ફરી એકવાર પોતાના અવિરત પરિશ્રમ અને પોતાના પર દ્રઢ વિશ્વાસ, અથાગ મહેનતના કારણે ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ જીતી ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

4 / 5
આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ અનેક લોકોને રમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે હંમેશા પ્રોત્સાહિત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. દર્શના પટેલને ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે મેડલ્સ જીતવા બદલ મિત્રો, અધિકારીઓ, શિક્ષકો, પરિવારજનો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો દ્વારા અઢળક અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

5 / 5
દર્શના પટેલ શિક્ષક જગતમાં એક રોલ મોડલ બની રહ્યા છે. એમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને અથાગ મહેનત અને પ્રસિદ્ધિને જોઈ સૌ કોઈ એમના જીવનમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. એવા અમદાવાદ જિલ્લાના રોલ મોડલ દર્શના પટેલ આગામી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ હજુ વધારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધારશે.

Next Photo Gallery