અહેમદશાહ 1442માં તેમના જીવનના 53મા વર્ષમાં અને શાસનકાળના 33મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા.
અહેમદબાદશાહના નિધન પછી તેમના દીકરા મોહમ્મદ શાહ દ્વિતીય દ્વારા તેમનો મકબરો બનાવવામાં આવ્યો હતો. અહેમદ શાહની કબર પર હાલ પણ ફૂલો અને ચાદર ચઢાવવામાં આવે છે.
બાદશાહના હજીરામાં મહિલાઓને પ્રવેશની પરવાનગી નથી તથા પુરુષોએ પ્રવેશતા પહેલા પોતાનું માથું ઢાંકવુ પડે છે.
યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમનું સન્માન કરવામાં આવે છે.
અહેમદશાહ બાદશાહ સંગીત પ્રેમી હતા. તેથી લોકો એવુ માને છે કે સાંજના સમયે મકરાના મુખ્ય દરવાજા પાસે સંગીત વગાડવામાં આવતું હતું. જેનો ઉદ્દેશ એ હતો કે શહેરના દરવાજા બંધ થઈ રહ્યા છે.( ઈનપુટ વીથ હિરેન ખલાસ )