અમદાવાદ: દિવાળીના તહેવારને પગલે સોમવારે પણ સાયન્સ સિટી મુલાકાતીઓ માટે રહેશે ખુલ્લુ- તસ્વીરો
અમદાવાદ: આ વખતે દિવાળીના તહેવારને ધ્યાને લઈ સાયન્સ સિટી સોમવારના દિવસે પણ ખુલ્લુ રહેશે. મુલાકાતીઓ દિવાળીના તહેવાર નિમીત્તે સોમવારે સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે. તહેવારો સમયે હજારો મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લેતા હોય છે.
સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે અનેક નજરાણા છે. જેમા એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, ફાઇવ ડી થિયેટર સહિત આકર્ષણો છે.
5 / 5
સાયન્સ સિટીમાં આવેલ એક્વાટિક ગેલેરીના એક્વેરિયમમાં દેશ- વિદેશની 188 પ્રજાતિની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વાટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે. 68 ટાંકીઓ બનાવવામાં આવી છે.