
રેલવેમાં સ્વચ્છતા પખવાડા અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા.જ્યારે આજના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં રેલવેમાં 12 હજાર કિલો મીટર ટ્રેકની સફાઈ કરાઈ. આજે 300 લોકેશન પર સફાઈ હાથ ધરી.

ભારતમાં 22 હજાર સ્થળે સફાઈ અભિયાન શરૂ કર્યું. જ્યાં હાજર અધિકારીએ સફાઈ કરવી અને ગંદકી ન કરવી તે મેસેજ જાય તે પ્રયાસ કર્યો. જ્યાં સ્ટેશન સાથે આસપાસના સ્થળમાં સફાઈ કરવામાં આવી.

ગાંધીજીની જન્મ જયંતિ પહેલા સ્વચ્છતા સંદેશ ફેલાવવાના પ્રયાસના ભાગ રૂપે રેલવે દ્વારા 14 મિનિટમાં વંદે ભારત ટ્રેન સાફ કરવાનો પણ રેકોર્ડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. 1 ઓક્ટોબરે સવારે 10 વાગે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું.

આજના દિવસે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે ભારતીય રેલવેમાં 14 મિનિટ મીરેકલનો નવો અભિગમ શરુ કર્યો. 14 મિનિટમાં સ્વચ્છતા શ્રમદાન કરી ટ્રેનને સાફ કરવાની ઝુંબેશ શરુ કરી. ઝુંબેશના ભાગરૂપે સાબરમતી રેલવે સ્ટેશન અને ગાંધીનગર સ્ટેશન ઉપર વંદેભારત ટ્રેનની સફાઈ કરવામાં આવી.