Ahmedabad: પતંગ હોટેલના બદલાયા રંગરુપ, આ PHOTOSમાં જાણો નવું શું ઉમેરાયુ
અમદાવાદની ઓળખ સમી પતંગ હોટેલ હવે નવા રંગરુપ સાથે જોવા મળી રહી છે.અમદાવાદની આગવી ઓળખ બનેલી પતંગ હોટલને પુર્નજીવિત કરવાના અભિગમ સાથે ધર્મદેવ ગ્રુપ પતંગ રેસ્ટોરન્ટ નવા સ્વરૂપે શરૂ કરી છે. બોલીવુડ સુપર સ્ટાર સુનિલ શેટ્ટીના વરદ હસ્તે પતંગ રેસ્ટોરન્ટનો ફરીથી શુભારંભ કરાયો. હવે આ જ ફરતી પતંગ હોટલમાં એકદમ ઉપરના ભાગે કોઈપણ બે વ્યક્તિ આરામથી બેસી શકે તે માટે કપલ સીટીંગ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે.
1 / 5
અમદાવાદની ઓળખ સમી પતંગ હોટેલ હવે નવા રંગરુપ સાથે જોવા મળી રહી છે.અમદાવાદની આગવી ઓળખ બનેલી પતંગ હોટલને પુર્નજીવિત કરવાના અભિગમ સાથે ધર્મદેવ ગ્રુપ પતંગ રેસ્ટોરન્ટ નવા સ્વરૂપે શરૂ કરી છે. બોલીવુડ સુપર સ્ટાર સુનિલ શેટ્ટીના વરદ હસ્તે પતંગ રેસ્ટોરન્ટનો ફરીથી શુભારંભ કરાયો.
2 / 5
હવે આ જ ફરતી પતંગ હોટલમાં એકદમ ઉપરના ભાગે કોઈપણ બે વ્યક્તિ આરામથી બેસી શકે તે માટે કપલ સીટીંગ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. હવે કોઈપણ વ્યક્તિ સમગ્ર અમદાવાદ સાક્ષીમાં પોતાના મનગમતા વ્યક્તિને પ્રપોઝ કરી શકશે.ટૂંક સમયમાં જ અહીં કપલ ગેલેરી ખુલ્લી મુકવામાં આવશે.
3 / 5
બીજી તરફ પતંગ હોટલ ન્યુ મ્યુઝિયમ પણ આકાર પામી રહ્યું છે. હવે પતંગ હોટેલનું મ્યુઝિયમ અમદાવાદની આગવી ઓળખ અને પ્રાચીન યાદોને તાજી કરાવશે. અમદાવાદનાં સાંસ્કૃતિક કલા વારસાની ઝાંખી કરાવતું ઓડીયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ અહી અપાશે.
4 / 5
અહીં સંપૂર્ણ વેજીટેરીયન રેસ્ટોરન્ટ તરીકે ગુણવત્તાનાં તમામ માપદંડોમાં સર્વશ્રેષ્ઠ રહેનાર પતંગ નવા અવતારમાં ખૂબ અનોખા રીચ મેનુ, ક્યુસન, ઈન્ટીરીયર તથા પારંપરિક હોસ્પિટાલીટી સાથે અમદાવાદીઓને લિજ્જત આપશે.
5 / 5
ગુજરાતનાં તમામ નાના મોટા N.G.0ને સાથે રાખી ત્યાંના બાળકો, વૃધ્ધો તથા સૌને પતંગનો લાભ વિનામૂલ્યે મળી શકે તેવી વ્યવસ્થા કરાવાઇ છે. ભોજનની સાથે આ અનુભવનું સંભારણું કાયમ માટે બંધાય તેવી વ્યવસ્થા અહીં મળી રહેશે.