
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ થયું છે. થોડા સમયમાં મેટ્રો રેલ સેવા અમદાવાદની લાઈફલાઈન બની ગઈ છે.

શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી મેટ્રો રેલનો એક વર્ષમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરો પ્રવાસ કર્યો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલ સેવાઓથી શહેરી પરિવહન સુખાકારીને વધુ સુવિધાસભર અને સંગીન બનાવવાની પ્રતિબદ્ધતા પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરાઈ.

સેવાના પ્રારંભે 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે.

આ અગાઉ મેટ્રો સેવાઓનો સમય સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે 6:20 થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
Published On - 9:26 pm, Fri, 29 September 23