
ઘરમાં જે પ્રસંગ હોય તેના અનુરૂપ અને તહેવારના અનુરૂપ પોતાની પસંદની મોંઘી સાડીઓ મહિલાઓ આ લાઈબ્રેરીની સુવિધા થી પહેરી શકે છે. આવા મોંઘવારીના સમયમાં ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવે તો ત્યારે અહીંયાથી સાડી લઇને પેહરી લેવાથી આર્થિક બજેટ પણ સચવાઈ જાય છે.

ઘણી વખત મહિલાઓ શુભ પ્રસંગ માટે ઘણી મોંઘી સાડીઓ ખરીદતી હોય છે જે બાદ આ સાડી બે-ત્રણ વખત પહેર્યા પછી તેનો ઉપયોગ કરતી નથી અને પછી જો પાછો પ્રસંગ આવે ત્યારે નવી પેટન્ટના નવા કપડા ખરીદીએ છે. ત્યારે આ માટે મોંઘી સાડીની ખરીદી નહીં કરવી પડે જેને લઈ આ લાઈબ્રેરી શરૂ કરાઇ છે.

લાઈબ્રેરીમાં કબાટમાં ખૂબ જ સારી રીતે સચવાયેલી આ સાડીઓ અલગ અલગ મહિલાઓ દ્વાર આ સંસ્થાને દાનમાં આપવામાં આવે છે. આ સાડીઓનો સંગ્રહ કરીને એક સુંદર મજાની લાઇબ્રેરી ઉભી કરવામાં આવી છે. આ કપડા સમાજના દરેક વર્ગના અને કોઈ પણ પરિવારના લોકો આવીને લઈ શકે છે. મહિલાઓને એક પણ રૂપિયા લીધા વગર ભાડે સાડીઓ આપવામાં આવે છે.