રથયાત્રામાં આ વર્ષે સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તીથર ડ્રોન અને એન્ટી ડ્રોન સિસ્ટમનો સૌપ્રથમ વાર ઉપયોગ થશે.
રાજ્યમાં સૌપ્રથમવાર તીથર ડ્રોનનો રથયાત્રામાં ઉપયોગ થશે. ખાસ કરીને સતત 10 કલાકથી વધુ સમય હવામાં ઉડી શકે તેવું હાઈ રિઝોલ્યુશન કેમેરા વાળું આ ડ્રોન છે.
આ ડ્રોન કેમેરા દ્વારા રથ યાત્રાના ત્રણ કિલોમીટર સુધી નજર રાખી શકાય તે માટે યાત્રાની સુરક્ષા માટે ખાસ ઉપયોગ થશે.
સમગ્ર શહેરમાં રથયાત્રા દરમ્યાન ગેરકાયદે અન્ય ડ્રોન હવામાં ન ઉડે તે માટે 'એન્ટી ડ્રોન ગન' ની પણ વ્યવસ્થા રખાઈ છે.
ગુજરાત પોલીસ સિવાયના અન્ય ડ્રોન હવામાં ના ઉડી શકે તેને લઈ પણ પોલીસ સજ્જ છે. ભગવાના જગન્નાથની 146મી રથ યાત્રાની વિશેષ રીતે તૈયારીઓ કરી દેવામાં આવી છે.