વર્ક ફ્રોમ હોમનાં એન્જીનિયરોની આ કમાલ છે? ફોર લેન બનાવ્યો પરંતુ ત્રણ વૃક્ષો એમનેમ જ રાખ્યા, કોઈના લાભાર્થે કોર્પોરેશને રોડ દાન કર્યો હોવાની લાગણી ઉઠી

|

Apr 14, 2022 | 7:48 PM

Ahmedabad: કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સુપરવિઝન ન થવાની અનેક ફરિયાદો અવારનવાર જોવા મળતી હોય છે હકીકતમાં કોર્પોરેશનના અણઘડ વહીવટના અનેક કિસ્સા પણ સામે આવ્યા છે આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલ વિસ્તારમાં જોવા મળ્યો.

1 / 5
કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સુપરવિઝન ન થવાની અનેક ફરિયાદો અવારનવાર જોવા મળતી હોય છે હકીકતમાં કોર્પોરેશનના અણઘડ વહીવટના અનેક કિસ્સા પણ સામે આવ્યા છે આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલ વિસ્તારમાં જોવા મળ્યો.

2 / 5
બોપલ વિસ્તારમાં ફોરલેન રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે એક તરફ ફોરલેનનું કામ શરૂ કર્યું પરંતુ બીજી તરફ આ રોડ પરથી જવાનો કોઈ માર્ગ જ નથી એટલે કે આ રોડનો ઉપયોગ વાહન ચાલકો કેવી રીતે કરશે તેનો વિચાર AMC સત્તાધિશો દ્વારા કરાયો જ નથી.

3 / 5
એટલું જ નહીં આ રોડ પર લગાવવામાં આવેલા ત્રણ વૃક્ષ કાપવાની પણ તસ્દી રોડ વિભાગે કરી નથી રોડ વિભાગ જાણે કે પોતાનું કામ માત્ર રોડ બનાવીને જતા રહેવાનું જ હોય તે પ્રમાણેનો ઘાટ આ કિસ્સામાં જોવા મળ્યો છે.

4 / 5
શરમજનક બાબત એ છે નિર્માણ પામી રહેલા રોડ પરથી કોઈ કારને જવું હોય તો આખરે કેવી રીતે પોતાની કાર હંકાવે તે મોટો સવાલ છે. બીજી બાજુ આ રોડની બીજી તરફ જવા માટેનો કોઈ માર્ગ જ નથી, રોડની બીજી તરફ ખેતરોની વાડ છે તો આ રસ્તો બનાવા પાછળનો હેતુ શું છે.

5 / 5
આ રોડ પર કપચી તેમજ ડામરનો ખર્ચ જાણે કે માથે પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ રોડ માત્ર આજુબાજુના કોઈ પ્લોટના વ્યક્તિના લાભાર્થે કરવામાં આવ્યો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે.

Next Photo Gallery