
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાયેલી વર્લ્ડકપ ટ્રોફીની રેપ્લિકાએ ભારે આકર્ષણ જમાવ્યુ છે. 10 ફુટ કરતા પણ મોટી આ વર્લ્ડકપ ટ્રોફી ક્રિકેટ રસિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ મેચ જોવા માટે ભાજપ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તારની મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ આ મેચ નિહાળવા પહોંચી હતી. પ્રથમવાર સ્ટેડિયમમાંથી મેચ જોવાને લઈને મહિલાઓ ઘણી ઉત્સાહિત હતી. .

ભારતમાં ક્રિકેટનું એક તહેવાર જેટલુ મહત્વ છે. ત્યારે ક્રિકેટ વર્લ્ડ કપને લઇને લોકોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે.

ભારત-પાકિસ્તાન મેચમાં હોટલ ન મળવાના કારણે હવે લોકો હોલ બુક કરી રહ્યા છે. તો મેચ જોવા આવનાર દર્શકો માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.