
ઓપરેશન 'કાવેરી' અંતર્ગત ગુજરાતના 56 લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ- C17થી ભારત લાવવામાં આવ્યા હતા. આ ગુજરાતીઓને રાજ્યના અધિકારીઓ દ્વારા મુંબઈ ખાતે રિસિવ કરવામાં આવ્યા હતા.

સંઘર્ષગ્રસ્ત સુદાનથી પરત ફરેલા 56 ગુજરાતીઓ પૈકી 12 લોકોએ પોતાની આગવી સુવિધા કરેલી હોવાથી બાકીના 44 ગુજરાતીઓને મુંબઇથી અમદાવાદ ખાતે વોલ્વો બસ દ્વારા લાવવામાં આવ્યાં હતાં

ગુજરાતમાં આવ્યા બાદ આ સૌ પ્રવાસીઓને પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ રાજ્ય સરકારે ઉઠાવી છે. સુદાનથી તેમના વતન પહોંચવા સુધીમાં કોઈ અગવડ ન પડે તેની પણ પુરેપુરી તકેદારી રાખવામાં આવી રહી છે.

મુંબઈથી અમદાવાદ લાવ્યા બાદ રાજકોટ જીલ્લાના 39, ગાંધીનગર જીલ્લાના 9, આણંદ જીલ્લાના 3 તથા વડોદરા જીલ્લાના 5 ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ઓપરેશન 'કાવેરી' અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે.

ઓપરેશન 'કાવેરી' અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે.

સુદાનમાં ગુજરાતના ફસાયેલા લોકોને પરત વતનમાં લાવવા ગુજરાત સરકારના એન.આર.આઇ.પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ, એન.આર.જી વિભાગ, અમદાવાદ કલેક્ટર કચેરી તેમજ પોલીસ વિભાગે સરાહનીય કામગીરી કરી છે.

ગુજરાતના તમામ પેસેન્જરોને દિલ્હી અને મુબંઇ ખાતેથી ગુજરાત લાવવા અંગેની કામગીરી બિન-નિવાસી ગુજરાતીઓ માટે કાર્યરત એન.આર.આઇ.પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતના નિવાસી આયુકત દિલ્હીના સંકલનમાં કરવામાં આવી હતી.
Published On - 1:44 pm, Fri, 28 April 23